નમસ્કાર

વંદે માતરમ,

                   કલોલ શહેરમાં નગરપાલિકાની સ્થાપના સને વર્ષ ૧૯૬૫ માં કરવામાં આવી હતી. ત્યારથી કલોલ નગરપાલિકા શહેરના નાગરિકોને પાણી, સફાઈ, ગટર, વીજળી, સડક વગેરે પ્રાથમિક સુવિધાઓ આપવા હર હમેશ પ્રયત્નશીલ છે. નગરપાલિકાના વહીવટી અધિકારી તરીકે નગરના વહીવટ વિષે માહિતી મળે અને નાગરિકો પણ નગરના વહીવટ સાથે સંકળાય અને લોકભાગીદારી થી નગર ઉત્તરો ઉત્તર વિકાસ અને પ્રગતિ કરે તે હેતુ સર નગરપાલિકા દ્વારા નાગરિકો માટેની એક નવીન ડિઝિટલી સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

                   નાગરિકો માટે માહિતીલક્ષી અભિગમ સાથે કલોલ નગરપાલિકાની વેબસાઇટ ખુલ્લી મુકવાના પ્રસંગે હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. નગરપાલિકાના ટેક્ષ, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા, લગ્ન નોંધણી, જન્મ મરણ જેવા વિવિધ વિભાગોનું સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝેશન કરીને આપણે ઇ-ગવર્નસમાં પદાપર્ણ કરેલ દીધેલ છે.આજે આ પ્રસંગથી આપણે કોમ્પ્યુટર યુગમાં વધુ એક કદમ આગળ ચાલવા પ્રયત્ન કરી આધુનિક યુગ સાથે કદમ મિલાવવા જઇ રહ્યા છીએ.

કલોલ શહેરના વિકાસ અને પ્રગતિ માટે આપના સૂચનો હંમેશા આવકાર્ય રહેશે.
 
આભાર.

શ્રી મનોજભાઇ સોલંકી
ચીફ ઓફિસર

નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
All rights reserved @ Kalol Nagarpalika

સંપર્ક:- કલોલ નગરપાલિકા, કલોલ
(O). E-Mail : np_kalol@yahoo.co.in